Header Ads Widget

Mahindra દ્વારા વાહનોની કિંમતમાં વધારો કરવામાં આવ્યો.અહીં તપાસો નવી કિંમતો

  • હવેથી મહિન્દ્રા વાહનો મોંઘા થશે કારણ કે કંપનીએ તેની લાઇનઅપમાં લગભગ તમામ મોડેલોના ભાવમાં વધારો કર્યો છે. આ ભાવ વધારો ત્રીજી વખત છે જ્યારે કંપનીએ 2021 માં તેના ભાવમાં વધારો કર્યો છે. અગાઉ, જાન્યુઆરીમાં અને ત્યારબાદ મે મહિનામાં આ ભાવવધારો થયો હતો.

  • મહિન્દ્રા THAR ની કિંમતમાં 1 લાખ રૂપિયાનો વધારો થયો છે. આ વધારો રૂ. 42,300 થી 1,02,000 ની વચ્ચે છે. હવેથી ગ્રાહકોએ વધુ પૈસા ચૂકવવા પડશે, જે તેના AX વર્ઝન માટે રૂ. 67,000 છે; LX વર્ઝન, બંને પેટ્રોલ અને ડીઝલ એન્જિનની કિંમત હવે રૂ. 42,000 વધી રૂ. 1 લાખથી વધુ થઈ ગઈ છે.

  • આ ઉપરાંત મહિન્દ્રા Alturas G4, KUV1OO NXT અને XUV5OO ની કિંમતોમાં થોડો વધારો કરવામાં આવ્યો છે. વેરિએન્ટના આધારે મહિન્દ્રા XUV5OO ની કિંમત રૂ. 2,912 થી વધીને 3,188 થઈ ગઈ છે. KUV1OO NXT નો ભાવ 3,016 રૂપિયાથી વધીને 3,344 રૂપિયા પર પહોંચી ગયો છે. 2WD અને 4WD બંને વેરિયન્ટમાં Alturas G4 ના ભાવમાં 3,094 નો વધારો થયો છે.

  • SUV મહિન્દ્રા XUV300 ના અમુક મોડલો માં પણ ભાવવધારો જોવા મળ્યો છે. મેન્યુઅલ ટ્રાન્સમિશન અને પેટ્રોલ પાવર ટ્રેનવાળા W8 અને W8 (O) જેવા મોડેલોમાં અનુક્રમે રૂ. 18,970 અને 24,266 નો વધારો કરવામાં આવ્યો છે.

  • W4, W8, W8 (O), અને W8 (O) AMT જેવા  SUV ના ડીઝલ વેરિયન્ટ માં પણ રૂ. 3708 થી રૂ. 23,870 સુધી ભાવ વધ્યો છે. હવે મહિન્દ્રા Bolero નો ભાવ 21,000 રૂપિયાથી વધીને 22,600 રૂપિયા પર પહોંચી ગયો છે.

  • આ દરમિયાન, Marazzo MPV M2, M4 plus અને M6 plus એમ ત્રણ વેરિએન્ટ પર 26,000 રૂપિયાથી 30,000 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે. 

  • જ્યારે મહિન્દ્રા Scorpio ના S3+ માં 28,000  S5 માં 29,000. S7 અને S9 ની કિંમત 33,000 રૂપિયા, જ્યારે S11 માં રૂ. 3,000 નો વધારો કરવામાં આવ્યો છે.
    

Post a Comment

0 Comments

Why Sedans Offer More Value for Indian Drivers Compared to SUVs in 2024